ભારત ના પાંચ સ્થળો જ્યાં જવા માટે લેવી પડે છે ઇનર લાઈન પરમીટ
લોકતલ લેક, મણિપુર
ભારતના ઉત્તર-પૂર્વમાં સૌથી મોટા સ્વચ્છ પાણીના લેક તરીકે ઓળખાતા લોકતલ લેકમાં ઘણી જગ્યાએ ભૂખંડના તુકડા તરતા દેખાય છે. આ ટુકડાઓમાં પણ પાણી ભરાયેલું હોય છે. પાણી ભરેલા આ ટુકડાઓેને ફુમદી કહેવામાં આવે છે, જે માટી, ફૂલ-છોડ અને જૈવિક પદાર્થો મળીને કંઠોર સંરચનામાં બનેલા હોય છે. પોતાના આ વિશિષ્ટતાને કારણે આ તળાવ લોકોને બહુ આકર્ષે છે. જો કે આ તળાવ જોવા માટે પણ દરેક પ્રવાસીએ ખાસ પરમિટ લેવું પડે છે.
આઈજોલ, મિજોરમ
મિજોરમની રાજધાની આઈજોલમાં ઘણાં સુંદર સ્થળો આવેલા છે. જેને જોવા માટે દેશ દુનિયાથી લોકો આવે છે. જેમાં મ્યુઝિયમ, હિલ સ્ટેશન, સ્થાનિક લોકો અને તેમની કળાનો સમાવેશ થાય છે. જો કે મિજોરમમાં પણ ઇનર લાઈન પરમિટ લાગુ હોવાથી લિમિટેડ ટાઈમ માટે ટૂરિસ્ટ અહીં પરમિશન લઈને ફરવા જઇ શકે છે.
જીરો, અરુણાચલ પ્રદેશ
અરુણાચલ પ્રદેશમાં પણ ઇનર લાઈન પરમિટ લાગુ છે. તેથી જ અહીં જવા માટે પણ પરમિશન લેવી પડે છે. અહીં ઘણાં જોવાલાયક સ્થળો છે પણ એ બધામાં સૌથી પોપ્યુલર જીરો વેલી છે. આ વેલીને વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય વાત છે કે આ વેલી પાસે જ આપાતાની ટ્રાઈબ સાથે જોડાયેલા લોકો રહે છે.
કોહિમા, નાગાલેન્ડ
પહાડના એક ટોચ પર વસેલું કોહિમા ભારતના ઉત્તર-પૂર્વી રાજ્ય નાગાલેન્ડની રાજધાની છે. આ અંગામી નાગા જનજાતિની ભૂમિ છે. આને એશિયાના સ્વિત્ઝરલેન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. જો કે આ જગ્યાએ જવા માટે ઇનર લાઈન પરમિટની જરૂર પડે છે.
ચાંગુ લેક, સિક્કિમ
ચાંગુ લેક સિક્કિમનું મુખ્ય ટૂરિસ્ટ ડેસ્ટિનેશન છે. શિયાળામાં તો આ તળાવનું પાણી જામી જાય છે. જો કે આ લેક જોવા માટે પણ તમારે ઇનર લાઈન પરમિટ લેવુ પડે છે.
ઇનર
લાઈન પરમિટ એટલે શું?
ઇનર લાઈન પરમિટ ભારતનો અધિકૃત યાત્રા દસ્તાવેજ છે. જે દેશ-વિદેશના ટૂરિસ્ટને પ્રોટેક્ટેડ એરિયામાં જવાનું પરમિટ આપે છે. આ પરમિટ ચોક્કસ સીમા અને કેટલાક લોકો માટે જ માન્ય હોય છે. મુખ્યત: આ પરમિટ હાલ ભારતમાં માત્ર ત્રણ રાજ્યો મિજોરમ, નાગાલેન્ડ અને અરુણઆચલ પ્રદેશમાં લાગુ છે. જો કે આ રાજ્યો સિવાય બીજા દેશોના બોર્ડર લાઈન પર પણ આવા પરમિટની જરૂર હોય છે.